પેટા કાયદા ના ઉદ્દેશો

 • મંડળીના હેતુ ૧ થી ૧૦
  (૧) સભાસદોમાં કરકસર અને પરસ્પર સહાયને ઉત્તેજન આપવાનો છે.
  (૨) સભાસદો પાસેથી થાપણો-ડીપોઝીટસ એકત્ર કરવી.
  (૩) ડીપોઝીટસ એકત્ર કરવાં માટે જુદા જુદા પ્રકારની બચત યોજનાઓ અપનાવવી.
  (૪) મઘ્યસ્થ ધિરાણ સંસ્થા પાસેથી કેશક્રેડીટ મેળવી સભાસદોને ધિરાણની વ્યવસ્થા પુરી પાડવી.
  (૫) જરૂર લાગે તો સભાસદોના વ્યક્તિગત તેમજ માલ-મિલ્કતનાં વીમા એજન્ટ તરીકે કામ કરવું.
  (૬) મંડળીના કામકાજ અને વ્યવસ્થા સારૂં સ્થાવર-જંગમ મિલ્કત ખરીદવી, વેચવી, ભાડે રાખવી, વસાવવી, ઉભી કરવી.
  (૭) જરૂરીયાતવાળાં સભાસદોને વેપાર-ધંઘો-રોજગાર અને અન્ય હેતુઓ માટે ધિરાણ પુરૂં પાડવું.
  (૮) જીવન જરૂરીયાતની-ઘરવપરાશની વસ્તુઓ પોતાનાં સભાસદોને ધિરાણથી પુરી પાડવી, તથા ઉત્પાદન-ખરીદી કરી વેચાણ કરવું.
  (૯) સભાસદોને તેમના બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે ધિરાણ પુરુ પાડવુ.
  (૧૦) સભાસદોને તેમના કુટુંબના સભ્યની બિમારીના ઈલાજ માટે કમીટી નકકી કરે તે બિમારીના ઈલાજ માટે ઘિરાણ પુરુ પાડવુ આ અંગેના નિયમો કમીટીએ નકકી કરવાના રહેશે.
 • (ડ) બક્ષીસોથી(ઈ) પ્રવેશ ફીથી
 • શેર વેચીને એકઠું કરેલુ ભંડોળ રૂ.૨૫,૦૦,૦૦૦ થી વઘારે હોવું જોઈએ નહિ. દરેક શેરની કિંમત રૂ. ૧૦૦/- રહેશે.
 • થાપણો અને કરજ બાંઘી મુદત સારૂં ચાલુ ખાતે અગર સેવિંગ્સ બેન્ક ખાતે મેનેજીંગ કમિટિ નકકી કરે તે વ્યાજે અને તેટલી રકમ સુધી લઈ શકાય પરંતુ વસુલ આવેલા શેરના ભંડોળ અને અનામત રાખેલા અવેજ, બિલ્ડીંગ ફંડ બાદ એકત્ર ખોટ એના બાર ગણા કરતાં કરજ અને થાપણોની એકંદર રકમ કદી વઘારે થવી જોઈએ નહિ. પરંતુ આ હદ મે. રજીસ્ટ્રાર સાહેબની મંજુરીથી વખત મુકરર કરેલી મુદત માટે અને તે શરતોએ વધારી શકાશે.
 • મંડળીનું ભંડોળ જયારે મંડળીના કામકાજમાં રોકાયેલું ન હોય ત્યારે તે સહકારી કાયદાની કલમ ૭૧ માં દર્શાવ્યા પ્રમાણે રોકવામાં આવશે. પરંતુ ઈન્ડિયન ટ્રસ્ટ એકટની કલમ ૨૦ (ઈ) પ્રમાણે આવું રોકાણ થઈ શકશે નહિ.
 • નોંધ : આ પેટાનિયમમાં મંડળીનું કામકાજ એ શબ્દમાં રજીસ્ટ્રાર સાહેબની મંજુરી મંગાવીને મંડળીના સામાન્ય લ્હેણાંની વસુલાતના કામને અંગે સ્થાવર મિલ્કતમાં રકમ અને મંડળીએ પોતાના ઉપયોગ સારૂં બાંઘવાના મકાન અગર મકાનોના અંગે રોકેલી રકમનો સમાવેશ થશે.

પેટા કાયદા નું સભાસદપણું

 • કોઈપણ માણસ
  (૧) જે અમદાવાદ શહેર મ્યુનીસીપલ હદ નો રહીશ હશે.
  (૨) જેની સભાસદપણાની લેખીત અરજી વ્યવસ્થાપક કમિટિમાં વઘુ મતે મંજૂર કરવામાં આવી હશે.
  (૩) જેને પાંચ રૂપિયા પ્રવેશ ફી આપી હશે અને મંડળીનો એક શેર ખરીદ્યો હશે.
  (જે સભાસદોએ પ્રથમ અરજી ઉપર સહી કરો હોય તેઓ શરત (૨) માં મુકત છે.)
 • કોઈપણ શખ્સ કે બીજી ધિરાણ મંડળી લેન્ડ મોર્ગેજ બેન્ક અથવા મઘ્યસ્થ ઘિરાણ કરનારી સંસ્થા અથવા અથવા વેચાણ કરનારી મંડળી સિવાયનો કોઈપણ મંડળી કે જે ધિરાણનું કામ કરતી હશે. તેનો સભ્ય હશે તો ડીસ્ટ્રીકટ રજીસ્ટ્રાર, ડેપ્યુટી રજીસ્ટ્રાર અથવા રજીસ્ટ્રારની પ્રથમ મંજુરી મેળવ્યા વગર આ મંડળીનો સભાસદ થઈ શકશે નહિ.
 • મંડળીનું કાર્યશેત્ર અમદાવાદ શહેર મ્યુનીસીપલ હદ રહેશે.
 • બીજા પેટા-કાયદાઓમાં ગમે તે હોવા છતાં કોઈપણ શખ્સ ખેડૂત અગર મંડળીના કાર્યશેત્રના પ્રદેશમાં રહેતા હશે અને જે બીજી ધિરાણ કરતી મંડળીનો સભાસદ હશે નહિ અને જે ગુજરાત સરકારના ઋણધારા અન્વયે ચાલેલા કામમાં પક્ષકાર હશે નહિ અથવા તેના ઉપર હુકમનામું થયું હશે નહિ. તેને નીચેની શરતોએ વ્યવસ્થાપક કમિટિ નોમીનલ સભ્ય તરીકે દાખલ કરી શકાશે.
  (૧) વ્યવસ્થાપક કમિટિએ દાખલ કરેલા નોમીનલ સભ્યે શેર ધારણ કરવાની જરૂરીયાત નથી. પરંતુ તેણે રૂ ૫/- દાખલ ફી આપવી પડશે.
  (૨) નોમીનલ સભ્યને મત આપવાનો, મંડળીનાં કામકાજમાં ભાગ લેવાનો કે નફા વહેંચણાં કે મંડળી ફડચામાં જાય ત્યારે જો મંડળીનું તેની પાસે કાંઈ દેવું બાકી હોય કે તે કોઈની જામીન થયો હોય તે સિવાયની જવાબદારીમાં ભાગ લેવાનો હકક નથી. મંડળીની સાધારણ સભામાં હાજર રહેવાનો અને તેના વિચારો દર્શાવવાનો તેનો હકક રહેશે નહિ.
 • જો કોઈ સભાસદ માંગણી કરવામાં આવે ત્યારથી ૩૦ દિવસની અંદર તેના શેર ઉપર લ્હેણો થયેલો હપ્તો ભરવામાં કસુર કરે તો જે શેર અગર શેરોની બાબતમાં આ પ્રમાણે કસુર કરી હશે તે જપ્ત થઈ મંડળીની મિલ્કત થઈ શકે પણ આવી રીતે જપ્ત કરવામાં આવે તે અગાઉ તે સભાસદને તાકીદ આપવામાં આવશે.
 • કોઈપણ સભાસદ મેનેજીંગ કમિટિની મંજુરી થઈ શકે પણ આવી મંજુરી જયાં સુઘી તે મંડળીમાં દેવામાં હોય અથવા બીજો સભાસદ જે દેવામાં હોય તેનો જામીન હોય ત્યાં સુધી આવી મંજુરી આપવામાં આવશે નહિ.
  (પરંતુ કોઈપણ વર્ષમાં શેર પાછા આપવાની રકમ પાછલા વર્ષમાં ૩૧મી માર્ચના રોજ એકંદર ભરાયેલા શેરભંડોળના ૧૦ ટકા કરતાં વઘુ હોવો જોઈએ નહિ.)
 • મંડળીની સાઘારણ સભામાં વઘુ મતે નીચેની વિગતે સભાસદને મંડળીમાંથી કાઢી મુકી શકાશે :-
  (૧) જો તે નાણાં પાછા ભરવામાં વારંવાર કસુર કરતો હોય.
  (૨) જો તે જુઠ્ઠી હકીકત જાહેર કરી ઈરાદાપૂર્વક મંડળીને છેતરતો હોય.
  (૩) જો તે નાદાર અગર કાયદેસર રીતે નાલાયક ઠર્યો હોય.
  (૪) જો તેની સામે ફોજદારી ગુન્હો સાબિત થયો હોય.
  (૫) જો તે ઈરાદાપૂર્વક મંડળીની શાખને નુકશાન થાય તેવું કાર્ય કરે અથવા જો તે લાગ-લગાટ ત્રણ મહિના સુઘી દર મહિને ભરવાની ઉઘરાણીની રકમ આપવામાં નિષ્ફળ જાય અથવા બીજી કોઈપણ સહકારી ધિરાણ મંડળીનો સભાસદ થાય અને મંડળીને જાહેર ન કરે તો ધિરેલા તમામ શેર જપ્ત થવાને પાત્ર છે.
 • કોઈ શખ્સ નીચેના કારણસર સભાસદ કરી કે કમી થઈ શકશે.
  (૧) મરણ પામ્યેથી,
  (૨) વ્યવસ્થાપક કમિટિ તેનું રાજીનામું મંજૂર કરે ત્યારે,
  (૩) બહિષ્કારથી.
  (૪) તેણે ધારણ કરેલા તમામ શેરમાં બદલો કરેથી અથવા જપ્ત થયેથી.
 • જો કોઈ સભાસદ પાસેથી કરજ સખ્તાઈથી વસુલ કરવામાં આવ્યુ હશે એટલે કે હુકમનામાની બજવણીથી,તો તે શખ્સ મંડળીમાં સભાસદ તરીકે ચાલુ રહી શકશે નહિ. સિવાય કે તે શખ્સ મંડળીના બીજા કોઈ સભાસદોનો જામીન હોય તેવા સંજોગોમાં તેને નવું ધિરાણ કરવામાં આવશે નહિ. એવી સ્પષ્ટ સમજુતિ કરીને સભાસદ તરીકે ચાલુ રાખશે. (ઉપર પ્રમાણે ભવિષ્યમાં કરજ ઘિરાણ માટે નાલાયક થયેલા સભાસદોનું લીસ્ટ મંડળી રાખશે.) આ પેટા કાયદાનું ઉલ્લંઘન કરીને એવા શખ્સને જો કરજ ધિરવામાં આવશે તો તે માટે વ્યવસ્થાપક કમિટિની અંગત જવાબદારી ગણાશે.
  (ઉપરની પેટા કલમ અનુસાર જે કોઈ સભાસદને કમી કરવામાં આવ્યો હશે. તે સભાસદ મે.ડીસ્ટ્રીકટ રજીસ્ટ્રાર સાહેબની પરવાનગી સિવાય મંડળીમાં ફરીથી દાખલ થઈ શકશે નહિ.)

શેર ના પેટા કાયદા

 • શેર ને સારૂ લેખીત અરજી કરવામાં આવશે અને તેનો વ્યવસ્થાપક કમિટિ નિકાલ કરશે.
 • જે શેર માટે સભાસદ પોતે અથવા તેની મિલ્કત જવાબદાર હોય તે શેરની જે કાંઈ રકમ ભરવામાં આવેલી ન હોય તો તે રકમ કરતાં વધારે નહિ તેટલી જવાબદારી દરેક સભાસદની રહેશે.
 • સભાસદ પદ એક વર્ષ સુધી ધારણ કર્યા બાદ વ્યવસ્થાપક કમિટીની સંમતિથી બીજા સભાસદોને મોંબદલો કરી શકે. બદલે રાખનારનું નામ શેર બદલાના પત્રકમાં દાખલ થઇ, વ્યવસ્થાપક કમિટી નક્કી કરે તેથી આપવામાં આવે નહીં ત્યાં સુધી બદલો પુરો થતો નથી.
 • દરેક શેર સારૂં જુદા જુદા નંબરનું શેર સર્ટીફિકેટ (પ્રમાણપત્ર) આપવામાં આવશે.
 • મંડળીનો કોઇપણ સભાસદ પોતાના હાથે લખેલો દાખલ મંડળીમાં અનામત રાખી મંડળીના નોકર અગર અમલદાર સિવાયનો કોઇપણ માણસ જેને તેમાં મરણ પછી મંડળીનો તેનો તમામ હક્ક અગર તેનો કોઇપણ ભાગ આપવામાં આવે તે નીમી શકે. આવી નિમણુંક સારૂં અથવા ત્યારબાદ રદ કરવા અગર સુધારવા સારૂં રૂ. 5/- ફી લેવામાં આવશે.
 • કોઇપણ સભાસદ મરણ પામેથી તેને ખાતે જમા થયેલી શેર અને ડિવિડન્ડની રકમ તેની પાસે જો કોઇ લેણી નીકળતી રકમ જો બાકી હશે તો તે કાપી લઇ તેણે નીમેલા વારસને તેવી નિમણુંક કરવામાં આવશે નહીં. મરણ પામેલા સભાસદના વારસ અથવા કાયદેસર પ્રતિનિધિ તરીકે તે રકમ મેળવવાનો હક્ક હશે તેને મંડળીને જામીનગીરી પત્ર લખી આપેથી આપવામાં આવશે. મૃત્યુ પામનારની થાપણ તેનો વારસ થાપણની મુદત પુરી થઇ હશે તો જ પછી ઉપાડી શકશે.

ધિરાણના નિયમો

 • મંડળીની લોન અરજી ભરીને આપવી
 • લોન લેનારે નીચે પ્રમાણે ડોકયુમેન્ટ સેલ્ફ એટેસ્ટેડ સહી કરી આપવા
  (૧) ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ કોપી અથવા લાયસન્સની કોપી
  (૨) પાન કાર્ડ ની ઝેરોક્ષ કોપી(હોયતો)
  (૩) જામીનદાર ના નામ - સરનામા ની વિગત
  (૪) જામીનદાર ની મિલકત ના પૂરાવા સાથે મ્યુ. કોર્પો. નું બીલ
  (૫) લોન લેનારની મિલકત હોય તો તેના પુરાવા
  (૬) લોન લેનાર નોકરી કરતા હોયતો માલીક/કંપનીનું સર્ટીફીકેટ તથા છેલ્લી ૩ માસની પગાર સ્લીપની ઝેરોક્ષ નકલ
  (૭) લોન લેનાર ધંધાકીય કામગીરી કરતા હોય તો છેલ્લા ૩ વર્ષના આવકના રીટર્નની ઝેરોક્ષ નકલ
  (૮) પતિ - પત્ની માતા-પિતા જામીનદાર તરીકે સહી કરી શકશે નહિ.
  (૯) વ્હીકલ લોન લેનાર વ્યક્તિએ લોન થી જે વાહન લીઘેલ હોય તે ૧૫ દિવસમાં મંડળીના નામે આર.ટી.ઓ. બુકમાં, મોર્ગેજ કરાવી તેની ઝેરોક્ષ નકલ આપવાની રહેશે. આ કામગીરી ૧૫ દિવસમાં કરવામાં નહી આવે તો મંડળી લોન લેનાર ને ખર્ચે મોર્ગેજની કાર્યવાહી પૂર્ણ કરશે.
  (૧૦) લોન અરજીમાં મંડળીના જે તે ડીરેકટર્સની ભલામણ કરાવી લાવવાની રહેશે.