શ્રી ગિરીરાજ કો.ઓપ. ક્રેડિટ સોસાયટી લી. ના પેટા કાયદા

ઉદ્દેશો

(૧) સભાસદોમાં કરકસર અને પરસ્પર સહાયને ઉત્તેજન આપવાનો છે.
(૨) સભાસદો પાસેથી થાપણો-ડીપોઝીટસ એકત્ર કરવી.
(૩) ડીપોઝીટસ એકત્ર કરવાં માટે જુદા જુદા પ્રકારની બચત યોજનાઓ અપનાવવી.
(૪) મઘ્યસ્થ ધિરાણ સંસ્થા................

સભાસદપણું

કોઈપણ માણસ
(૧) જે અમદાવાદ શહેર મ્યુનીસીપલ હદ નો રહીશ હશે.
(૨) જેની સભાસદપણાની લેખીત અરજી વ્યવસ્થાપક કમિટિમાં વઘુ મતે મંજૂર કરવામાં આવી હશે.
(૩) જેને પાંચ રૂપિયા પ્રવેશ ફી આપી હશે અને મંડળીનો એક શેર ખરીદ્યો હશે.

શેર

(૧) શેર ને સારૂ લેખીત અરજી કરવામાં આવશે અને તેનો વ્યવસ્થાપક કમિટિ નિકાલ કરશે.
(૨) જે શેર માટે સભાસદ પોતે અથવા તેની મિલ્કત જવાબદાર હોય તે શેરની જે કાંઈ રકમ ભરવામાં આવેલી ન હોય તો તે રકમ કરતાં વધારે નહિ તેટલી જવાબદારી દરેક સભાસદની રહેશે.


શ્રી ગીરીરાજ કો. ઓ. ક્રેડીટ સોસાયટી લી.

ધિરાણના નિયમો

મંડળીની લોન અરજી ભરીને આપવી
લોન લેનારે નીચે પ્રમાણે ડોકયુમેન્ટ સેલ્ફ એટેસ્ટેડ સહી કરી આપવા
(૧) ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ કોપી અથવા લાયસન્સની કોપી
(૨) પાન કાર્ડ ની ઝેરોક્ષ કોપી(હોયતો)